ફરી શર્મસાર થયું મહારાષ્ટ્ર! પાંચ બાળકો અને પૌત્ર ધરાવતા વૃદ્ધએ માસુમ દીકરીને બનાવી પોતાની વાસનાનો શિકાર

મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં એક 12 વર્ષની સગીરા પર 65 વર્ષના વૃદ્ધે બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી પીડિતાના પડોશમાં રહેતો હતો.

પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્ર (Maharashtra)ના જાલના (Jalna) જિલ્લામાંથી માનવતાને શર્મસાર કરતો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક 12 વર્ષની બાળકી પર ગામના એક વડીલ દ્વારા કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો.

 

જે બાદ મંગળવારે મોડી રાત્રે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. 65 વર્ષીય આરોપીને પાંચ બાળકો અને પૌત્રો છે. આ કેસ જાલના જિલ્લાના એક ગામનો છે. જ્યાં એક 65 વર્ષના વૃદ્ધે 12 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે બુધવારે આ માહિતી આપી હતી. બદનાપુર પોલીસ સ્ટેશનના (Badnapur police station) એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના મંગળવારે બની હતી. જે બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

 

જ્યારે બાળકી મરઘીઓને ખાવાનું ખવડાવતી હતી ત્યારે આરોપીએ બાળકીને પકડી

માહિતી અનુસાર પીડિતા તેના મામાના ઘરે રહેતી હતી અને આરોપી પણ ત્યાં જ પડોશમાં રહેતો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યારે બાળકી મરઘીઓને ખાવાનું ખવડાવતી હતી, ત્યારે તે વ્યક્તિએ તેનું કથિત રીતે ગળું દબાવી દીધું અને બળજબરીથી તેને તેના ઘરે લઈ ગયો, જ્યાં તેણે બાળકી પર બળાત્કાર કર્યો. અધિકારીએ એમ પણ કહ્યું કે ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ગામમાંથી ભાગી ગયો હતો.

 

પોલીસની એક ટીમ પીડિતાના ગામ પહોંચી હતી

પોલીસ અધિકારીએ કહ્યું કે બાદમાં પીડિત બાળકીએ તેના મામાને ઘટના અંગે જાણ કરી હતી. જે બાદ પીડિત બાળકીના મામા બદનાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સમગ્ર ઘટનાની જાણ કરી અને આ મામલે ફરિયાદ નોંધાવી.

 

તે જ સમયે બદનાપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે પોલીસની એક ટીમ ગામ પહોંચી અને પીડિતાને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી. અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીને મંગળવારે મોડી રાત્રે પકડવામાં આવ્યો હતો અને તેની વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

 

પૂણેમાં 13 વર્ષની બાળકી પર સામુહિક બળાત્કાર

થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના જ પૂણેમાં 13 વર્ષની સગીર છોકરી પર સામુહિક બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જ્યાં પૂણે રેલવે સ્ટેશન પરથી બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બે રેલવે કર્મચારીઓ અને કેટલાક રિક્ષાચાલકોએ મળીને તેની સાથે બેરહેમી અને ક્રૂરતાની હદ પાર કરી અને બે દિવસ સુધી બાળકી પર બળાત્કાર ગુજાર્યો.

 

આ કેસમાં પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે મુંબઈના સાકીનાકા અને ત્યારબાદ ક્રમશ: પ્રકાશમાં આવેલી બળાત્કારની ઘટનાઓને લઈને મહારાષ્ટ્રમાં સ્ત્રીઓની સુરક્ષાને લઈને પ્રશ્નો ઉભા થયા છે.

 

આ પણ વાંચો :  Crime: 24 વર્ષના યુવકે 40 વર્ષની મહિલાને કરી ગર્ભવતી, ‘ચાલો ફરવા જઈએ’ કહીને કરી હતી જબરદસ્તી

 

આ પણ વાંચો :  આસમાને પહોચેલા ભાવને કાબુમા લેવા પેટ્રોલ-ડિઝલ ઉપર લગાવાશે GST ? જાણો ક્યારે લેવાશે નિર્ણય

Live Updates COVID-19 CASES