પાટીદારોની બેઠક પોલિટિક્સ અંગે ફરી ભાજપ નેતા વરૂણ પટેલનું નિવેદન

પાટીદારોની બેઠક પોલિટિક્સ અંગે ફરી એક ભાજપ નેતાએ નિવેદન આપ્યું છે. સામાજિક બેઠક બાદ રાજકીય નિવેદનથી અનેક નેતાઓ ઉકળી ગયા હતા અને ધોમ તડકા વચ્ચે રાજ્યની રાજનીતિ પણ ગરમાય ગઈ છે. પાટીદારોની બેઠક પોલિટિક્સથી વિવાદ સર્જાઈ ગયો છે. બેઠક બાદ ગુજરાતનું રાજકારણ ગરમાય ગયું છે.

પાટીદાર સમાજનો વ્યક્તિ CM બને તેને લઇ રાજનીતિ યથાવત જોવા મળી રહી છે. દિલીપ સંઘાણી અને અલ્પેશ ઠાકોર બાદ વધુ એક ભાજપ નેતા મેદાને આવ્યા છે. ભાજપ નેતા વરુણ પટેલે નિવેદન આપી વિવાદ સર્જયો છે.

મીડિયા સાથે વાતચીત દરમિયાન ભાજપ નેતા વરૂણ પટેલે જણાવ્યું છે કે, પાટીદાર સમાજનું ઉત્કર્ષ કરે તેવા CMની જરૂર છે. ભાજપ નેતા વરુણ પટેલે પૂર્વ CM આનંદી બહેન પટેલ પર પ્રહાર કર્યા છે. 40-40 ધારાસભ્ય અને પાટીદાર CM હતા ત્યારે શું થયું હતું તે બધાને ખબર છે. ઇતિહાસમાં પાટીદારો પર ઘણી વખત ગોળીઓ છૂટી હતી, ત્યારે પાટીદાર આગેવાનો મૌન રહ્યા હતા. આમ વરૂણ પટેલ આનંદી બહેનની સામે અને CM રૂપાણીને સાથે હોય તેવું નિવેદન આપ્યું હતું.

Live Updates COVID-19 CASES