પંજાબની કમાન ચરણજીતસિંહના હાથમાં…રાજ્યને પ્રથમ દલિત મુખ્યમંત્રી મળ્યા.

પંજાબનાં નવા CM તરીકે ચરણજીતસિંહે શપથ લીધા છે. પંજાબનાં નવા CM ચરણજીતસિંહ ચન્ની બન્યા છે. પંજાબને પ્રથમ દલિત મુખ્યમંત્રી મળ્યા છે. ઓપી સોનીએ મંત્રીપદનાં શપથ લીધા છે. સુખજિંદર રંધાવાએ મંત્રીપદનાં શપથ લીધાં છે. નવજોત સિદ્ધુ,સુનીલ જાખડ સહિત નેતા હાજર રહ્યા હતા. રાજભવનમાં શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી યોજાય તે પહેલા જ કોંગ્રેસ દ્વારા પોતાના સીએમનો ચહેરો બદલી દેવામાં આવ્યો છે. આ પ્રસંગ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ હાજર રહ્યાં હતા. રાહુલ ગાંધી દ્વારા ચરણજીત સિંહને નવા મુખ્યપ્રધાન બનવા બદલ શુભકામના પાઠવવામાં આવી હતી.

નોંધનીય છે કે, પંજાબમાં પાંચ મહિના બાદ વિધાનસભાની ચૂંટણી યોજાશે. આવી સ્થિતિમાં દલિત વોટ બેંકને કેળદોવવા માટે કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક મનાઈ રહ્યો છે. પંજાબમાં 32% દલિત વસ્તી રહેલી છે. 117 માંથી 34 બેઠકો રિઝર્વ રહેલા છે. બીજી તરફ, ચન્ની દલિત નેતા છે, પરંતુ શીખ સમુદાય સાથે સંબંધિત રહેલ છે. આ અર્થમાં, કોંગ્રેસ તેનાથી મોટો રાજકીય લાભ પ્રાપ્ત કરી શકે છે. ખાસ કરીને પંજાબના દોઆબા વિસ્તારને દલિત ભૂમિ જણાવે છે. ત્યાં કોંગ્રેસનું વર્ચસ્વ વધશે.

Live Updates COVID-19 CASES