જીવનસાથીની ભાગીદારી કૌભાંડમાં પણ? મેહુલ ચોકસીની પત્નીને લઈને ચોંકાવનારી માહિતી આવી સામે

EDની તપાસમાં સંકેત મળ્યા છે કે પ્રીતિ ચોકસીએ પણ PNB Scam માં સક્રિય ભૂમિકા નિભાવી છે. EDને કેટલીક કંપનીઓમાં ચોકસીની પત્નીની ભાગીદારીના પણ સબુત મળ્યા છે.

મેહુલ ચોકસી – પ્રીતિ ચોકસી

ભાગેડુ ચોકસી આજકાલ મુસીબતમાં અને ચર્ચા બંનેમાં જોવા મળે છે. પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોકસીની પત્ની પણ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની રડારમાં છે. અહેવાલોમાં જણાવ્યા અનુસાર EDની તપાસમાં પ્રીતિ ચોકસી પણ PNB Scamમાં ભાગીદાર માલુમ પડે છે.

તપાસમાં સંકેત મળ્યા છે કે પ્રીતિ ચોકસીએ પણ PNB Scam માં સક્રિય ભૂમિકા નિભાવી છે. EDને કેટલીક કંપનીઓમાં ચોકસીની પત્નીની ભાગીદારીના સબુત મળ્યા છે. જેના આધાર પર કહેવામાં આવી રહ્યું છે કે PNB સ્કેમમાં તેની ભૂમિકા પણ સક્રિય રીતે રહી હોવી જોઈએ.

ત્રણ કંપની ખોલવાનો પ્લાન

એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલમાં જણાવ્યું છે કે મેહુલ ચોકસીની પત્ની પ્રીતિ ચોકસીએ વર્ષ 2013માં Dion Lily નામના વ્યક્તિની મુલાકાત કરી હતી. જે UAE માં ગીતાંજલિ જેમ્સનો કર્મચારી હતો. તેમના માધ્યમથી સીડી શાહ અને સહાયક નેહા શિંદે સાથે મુલાકાત કરી.

આ પછી તેમણે ત્રણ ઓફશોર કંપનીઓ (Three Offshore Companies) ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ ત્રણેય કંપનીઓના નામ Ms Charing Cross Holdings ltd, Ms Colindale Holdings Ltd और Hillingdon Holdings Ltd હોવાનું જણાવવામાં આવ્યું છે.

એક કંપનીમાં માલિક છે પ્રીતિ

Hillingdon Holdings કંપનીની માલિકીનો હક પ્રીતિના નામ પર છે. આ સિવાય આ વાત પણ સામે આવી છે કે Hillingdon Holdings કંપનીના એકાઉન્ટમાં 2014 માં મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. મોટી વાત એ છે કે જે કંપનીથી આ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા ટતે ગીતાંજલિ ગ્રુપ સાથે જોડાયેલી હતી. અને તપાસ અનુસાર દસ્તાવેજમાં પ્રીતિના નામ પર પૈસાની લેવડદેવડ સામે આવી છે.

ડોક્યુમેન્ટ્સ પર નામ અણી સહી પણ મળ્યા

અહેવાલો અનુસાર તપાસમાં જે ડોક્યુમેન્ટ્સ મળ્યા છે તેમાં લાભાર્થીના નામ રૂપે પ્રીતિનું નામ છે અને તેની સહી પણ છે. આ ખુલાસાઓ અંગે પ્રીતિ તરફથી હજી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જોકે તે સતત પોતાના પતિનો બચાવ કરતી રહી છે. તેણે તાજેતરમાં કહ્યું હતું કે તેને એન્ટિગુઆ અને ડોમિનિકાની ન્યાય પ્રણાલીમાં સંપૂર્ણ વિશ્વાસ છે, પરંતુ જે બન્યું તેનાથી તે ડરી ગઈ છે.

 

આ પણ વાંચો: હેકર્સે કર્યો CoWIN એપના ડેટા લીકનો દાવો, શું ખરેખર 15 કરોડ લોકોની અંગત માહિતી થઈ લીક? જાણો

આ પણ વાંચો: Petrol-Diesel Price Today : ઇંધણના વધતા ભાવ આમઆદમીની ચિંતાનો વિષય બની રહ્યા છે ? જાણો તમારા શહેરની આજની કિંમત

Live Updates COVID-19 CASES