ગ્રામપંચાયત ચૂંટણી લઈને કલેકટર દ્વારા તૈયારીઓ પુરજોશમાં…..!

ગુજરાતમાં આગામી વર્ષ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે તે પહેલા રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ તેવા ભણકારા વાગી રહ્યા છે. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને સરકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગ્રામપંચાયત ચૂંટણી લઈને કલેકટર દ્વારા પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

અમદાવાદ જિલ્લાના 411 ગામમાં ગ્રામપંચાયત્તની ચૂંટણી યોજશે. 3574 વોર્ડમાં જિલ્લાના ગ્રામપંચાયત ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત ચૂંટણી માટે 973 મતદાન મથક પર યોજશે. 411 ગ્રામપંચયતમાં 823832 મતદારો મતદાન કરશે. 5591 મતપેટી અને વધુ 1217 મતપેટીની જરૂરિયાત છે. ગ્રામપંચાયત ચૂંટણી માટે 5750 પોલીગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રામપંચાયતની ચૂંટણી માટે 80 ચૂંટણી અધિકારી અને 80 મદદનીશ ચૂંટણી અધિકારીની જવાબદારી સોંપવામાં આવી છે.

ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થશે. રાજ્યની 10 હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. આ અંતર્ગત 1000 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન થશે. અપૂરતા ઈવીએમને કારણે બેલેટ પેપરથી મતદાન થશે. ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારી પુર્ણ કરી છે.

રાજ્યના 191 ગામને પંચાયત સ્થાપવાની મંજૂરી છે. 153 ગ્રામ પંચાયતની વિભાજનની મજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં 18225 ગામમાં 14292 પંચાયત અસ્તિત્વમાં છે. નવી 191 ગ્રામ પંચાયતની મજૂરી આપવામાં આવી છે. હવે રાજ્યમાં 14483 ગ્રામ પંચાયત થશે. પંચાયત વિભાગે મજૂરી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. રાજ્યના 308 ગામો 200થી ઓછી વસ્તી ધરાવે છે. 200 ઓછી વસ્તી હોય તેવા કચ્છના 47 ગામ નોંધાયા છે.

ગુજરાતમાં ડિસેમ્બર 2022માં યોજનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં આ વર્ષના અંતે એટલે કે ડિસેમ્બર 2021માં મુદ્દત પૂર્ણ થતી 10312 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રાજ્ય સરકાર અને રાજ્ય ચૂંટણી પંચે તૈયારી શરૂ કરી છે.

રાજ્યમાં આગામી દિવસોમાં 14 હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. જેમાં મહત્વની વાત એ છે કે, બેલેટ પેપરથી મતદાન કરવા માટે રાજ્ય ચૂંટણી પંચે તૈયારી કરી લીધી છે. વર્ષ 2002 થી અત્યાર સુધીમાં 13 હજાર 485 સમરસ ગ્રામ પંચાયત બની છે. તમામ સમરસ ગ્રામ પંચાયત પૈકી 652 મહિલા સરપંચ છે.

Live Updates COVID-19 CASES