ગાંધીનગર ભાજપા દ્વારા આવતીકાલે સંવિધાન દિવસની કરાશે ઊજવણી…

૨૬ નવેમ્બરે ‘સંવિધાન દિવસ’ ગાંધીનગર ભાજપા દ્વારા ઉજવણી કરવામાં આવશે. જ્યારે ‘સંવિધાન ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રીપરષોત્તમભાઈ રૂપાલા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર હાજરીમાં યોજાશે. રાજ્ય સરકારના મંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ હાજર રહેશે.

 

જ્યારે યાત્રાનું પ્રસ્થાન વિધાનસભામાં આવેલા ડૉ. આંબેડકરના સ્ટેચ્યુ કરશે. હાથીની અંબાડી પર સંવિધાન મૂકીને સંવિધાન ગૌરવ યાત્રા યોજાશે. ગાંધીનગર ભાજપા SC મોરચા દ્વારા આયોજન કરાયું છે.

 

બંધારણ યાત્રા મુદે ભાજપનાં SC મોરચાના પ્રમુખ પ્રદ્યુમન વાઝાનું નિવેદન સામે આવ્યું છે. પ્રદેશ અને કેન્દ્રીય ભાજપ નેતુત્વ સ્વતંત્ર ભારત સવિધાન યાત્રાનું આયોજન કર્યુ છે. 26 નવેમ્બરે બંધારણ ઘડીને આ બંધારણ સભામા સ્વીકાર થયો હતો. ભાજપ 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સવિધાન દિવસ ઉજવણી કરશે.

 

રાજકોટ જીલ્લા અનુસુચિત જાતી મોરચાના પ્રમુખ મનોજભાઈ રાઠોડ દ્વારા આ કાર્યક્રમની જાણકારી આપતા કહેવામાં આવ્યું છે કે, સંવિધાન યાત્રા સવારે 11.00 વાગ્યાથી શરુ થઈને ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ રેલી સ્વરૂપે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે બપોરે 12.00 કલાકે ભારતના બંધારણ વિષે વક્તાઓ સર્વ ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઈ કાનગડ તેમજ ડો.આંબેડકર અંત્યોદય નિગમના પૂર્વ ચેરમેન પ્રવીણભાઈ પંડ્યા દ્વારા ખાસ હાજરી આપવામાં આવશે.

Live Updates COVID-19 CASES