કોરોનાના મૃત્યુ પામેલા લોકોને ન્યાય અપાવવા કોંગ્રેસે રાજ્ય સરકાર સામે ચડાવી બાંયો…

સુરત શહેર કોંગ્રેસની કોરોના મૃત્યુઆંક મુદ્દે પત્રકાર પરિષદ યોજવામાં આવી છે. ન્યાય યાત્રામાં મળેલા આંકડાઓ મુદ્દે માહિતી આપી છે. ગુજરાતમાં મૃતકોના 31 હજાર 860 પરિવાર દ્વારા ફોર્મ ભરાયા છે. રાજ્ય સરકાર દ્વારા માત્ર 10 હજાર 81 લોકોના મોતના આંકડા સરકારી ચોપડે નોંધાયા છે. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં કુલ 31 હજાર 850 મૃતકોના ફોર્મ ભરાયા છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં 11208 મૃતકોના ફોર્મ ભરાયા છે. ઉત્તર ઝોનમાં 8045 ફોર્મ ભરાયા છે. મધ્ય ઝોનમાં 5136 ફોર્મ ભરાયા છે. દક્ષિણ ઝોનમાં 7461 ફોર્મ ભરાયા છે.

કોરોનાકાળમાં લોકોને ભારે હાલાકી થઈ છે. જે ઓક્સિજન, બેડ, ઇન્જેક્શન, દવા એમ્બ્યુલન્સ માટે વલખા મારવા પડ્યા હોવાનો કોંગ્રેસનો આરોપ કરવામાં આવ્યો છે. ઘમણ 1 ને લઈ લોકોના જીવ સાથે ચેડાં કર્યા છે. હજુ દિવાળી સુધી કોરોના મૃતકોની માહિતી એકત્રિત કરવામાં આવશે. દરેક મૃતકને 4 લાખ સહાય કરવા સરકાર પાસે કોંગ્રેસની માંગ કરી છે. મૃતક પરિવારના સ્વજનને સરકારી નોકરી આપવા માંગ કરવામાં આવી છે. જેમાં કદીર પીરઝાદા, નેતા કોંગ્રેસ સુરત, નૈસદ દેસાઈ, કાર્યકારી પ્રમુખ સુરત શહેર કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.

Live Updates COVID-19 CASES