કેમ વડોદરામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની કરવામાં આવી અટકાયત ?

શહેરના ઓટોરીક્ષા ચાલકોને ઇંધણ ગેસને લઇને પડતી મુશ્કેલીઓ બાબતે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ધરણાં પ્રદર્શન. રાવપુરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી

વડોદરામાં શહેરમાં ઓટોરીક્ષાઓ ના સી.એન.જી. રિફિલીંગ માટેના ફક્ત ત્રણ સેન્ટરોને કારણે રીક્ષાચાલકોને પડતી હાલાકીઓ તથા રિફિલીંગ સેન્ટરો પર ચલાવાતી મનમાની સામે આમ આદમી પાર્ટી દ્વારા આજે ધરણાં યોજાયું. ગાંધીનગર ગૃહ ખાતે ધરણાં યોજતા આપના પદાધિકારીઓ તથા કાર્યકરોની રાવપુરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.

વડોદરા શહેરમાં માત્ર ત્રણ સ્થળોએ ઓટોરીક્ષા માટેના ઇંધણ ગેસ રિફિલીંગ ની વ્યવસ્થા છે જ્યાં પૂરતા પ્રેશરથી તેઓને ઇંધણ ગેસ મળતું નથી સાથે જ તેઓને લાંબા સમય સુધી રાહ જોવી પડતી હોય છે તથા ઇંધણ ગેસ સ્ટેશનોના સંચાલકો દ્વારા મનમાની કરવામાં આવતી હોવાની બાબતોને લઇને સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા પ્રૉ. અર્જુનભાઈ રાઠવા પ્રદેશ સંગઠન મંત્રી મધ્ય ગુજરાત ની આગેવાની માં અને મયંકભાઈ શર્મા પ્રદેશ મહામંત્રી મધ્યગુજરાત, વિરેનભાઈ રામી પ્રદેશ સહમંત્રી, પ્રતિમા વ્યાસ પટેલ વડોદરા શહેર પ્રમુખ ઉપપ્રમુખ હેમલભાઇ પાઢની ઉપસ્થિત હેઠળ ગાંધીનગર ગૃહ ખાતે ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં રાવપુરા પોલીસ દ્વારા ૧૫ લોકોને ડિટેન કરવામાં આવ્યાં.

Live Updates COVID-19 CASES