કલિતા, નતાશા અને તન્હા ‘પૂરાવા વગર’ 1 વર્ષ જેલમાં રહ્યાં પછી રિહા – Gujarat Exclusive

અંતે નતાશા નરવાલ, દેવાંગના કલિતા અને આસિફ ઈકબાલ તન્હા જેલમાંથી બહાર આવી ગયા છે. 15 જૂને દિલ્હી હાઈકોર્ટે તેમને જમાનત આપી હતી પરંતુ તેમને છોડવામાં આવ્યા નહતા. દિલ્હી પોલીસે એડ્રેસના વેરિફિકેશનને લઈને સમય માંગ્યો હતો. હવે ત્રણેયની રિહાઇ થઈ ચૂકી છે. આનાથી પહેલા હાઈકોર્ટે જમાનત આપતી વખતે તે સ્પષ્ટ કર્યું હતુ કે, પ્રથમ નજરમાં UAPAની ધારા 15, 17 કે 18 હેઠળ કોઈપણ અપરાધ ત્રણેય વિરૂદ્ધ વર્તમાન મામલામાં રેકોર્ડ કરેલી સામગ્રીના આધારે બનતો નથી. કોર્ટે અનેક તથ્યોના આધારને ધ્યાનમાં રાખીને માન્યું કે વિરોધ વ્યક્ત કરવો કોઈ આતંકી ગતિવિધિ નથી.

નતાશા, દેવાંગના, આસિફ કોણ છે?

તન્હા જામિયા મિલ્લિયા ઈસ્લામિયાથી સ્નાતકની છાત્ર છે. તેની મે 2020માં યૂએપીએ હેઠળ દિલ્હી હિંસા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે સતત કસ્ટડીમાં હતી. નરવાલ અને કલિતા જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલયમાં પીએચડી સ્કોલર છે, જે પિંજડા તોડ આંદોલન સાથે જોડાયેલી છે. તેઓ મે 2020થી જેલમાં છે.

કેસ શું છે?

આ કેસ દિલ્હી પોલીસ તરફથી તે કથિત ષડયંત્રના તપાસ સાથે સંબંધિત છે, જેના કારણે ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં ભયાનક હિંસા ભડકી ઉઠી હતી. પોલીસ અનુસાર ત્રણેય આરોપીઓએ અભૂતપૂર્વ રીતે અન્ય આરોપીઓ સાથે મળીને એવું વ્યવધાન ઉભુ કરવાનું ષડયંત્ર રચ્યું, જેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડી શકાય.

કોર્ટે શું-શું કહ્યું?

પોતાના નિર્ણયમાં દિલ્હી હાઈકોર્ટે તે પણ કહ્યું કે, વિરોધ કરવાના બંધારણીય અધિકાર અને આતંકી ગતિવિધિઓ વચ્ચેની રેખાઓને ધૂંધળી કરી નાંખવામાં આવી છે.

અમે તે કહેવા માટે વિવશ છીએ કે એવું દેખાય છે કે અસંતોષને દબાવવાની પોતાની ચિંતામાં અને તે ડરમાં કે ક્યાંક મામલો હાથમાંથી નિકળી શકે છે, સ્ટેટે બંધારણીય રીતે અધિકૃત વિરોધનો અધિકાર અને આતંકવાદી ગતિવિધિઓ વચ્ચેની રેખાને ધૂંધળી (અસ્પષ્ટ) કરી નાંખી છે. જો આવી રીતની અસ્પષ્ટતા વધતી ગઈ તો લોકતંત્ર ખતરામાં પડી જશે.

એવામાં UAPA જેવા કાયદાનો હેતુ કમજોર થાય છે- કોર્ટ

અદાલતે કહ્યું હતુ કે, આવી રીતના આરોપ કોઈપણ આધાર વગર યૂએપીએ જેવા કાયદાની મંશા અને ઉદ્દેશ્યને નબળો કરે છે.

અમારી નજરમાં ચાર્જશીટમાં નોંધાયેલા આરોપોને વાંચતા કોઈ વિશિષ્ટ, તથ્યપૂર્ણ આક્ષેપો દેખાતા નથી. એવામાં UAPAની સેકશન 15, 17 અથવા 18 જેવી અત્યંત ગંભીર ધારાઓ અને દંડાત્મક જોગવાઇઓને લોકો પર લગાવવી, એક એવા કાયદાના હેતુને કમજોર કરી દેશે, જે આપણા દેશના અસ્તિત્વ પર આવનારા ખતરાઓને પહોંચીવળવા માટે બનાવ્યો છે.

 Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Live Updates COVID-19 CASES